ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારનાં બાળકો અને તેમના આશ્રિતોનાં શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનાં હેતુથી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં એક થી ત્રણ ક્રમ મેળવતા બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીમા જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા માર્ચ-૨૦૨૧ માં લેવાયેલ ધો-૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સફાઈ કામદારનાં બાળકો પૈકી પ્રથમ ક્રમ મેળવનાર ઉર્વીબેન નીતિનભાઈ સારેસાને આ યોજના હેઠળ રૂ. ૪૧,૦૦૦નો ચેક તથા પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટ જે.બી.પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કારકિર્દીનું ઘડતર કરવા અને ભાવિ જીવન માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબીના કે.વી. ભરખડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.