Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં ગાડી ઝડપી ચલાવવા જેવી નજીવી બાબતે થયેલ માથાકૂટમાં મામલો લોહિયાળ બન્યો

મોરબીમાં ગાડી ઝડપી ચલાવવા જેવી નજીવી બાબતે થયેલ માથાકૂટમાં મામલો લોહિયાળ બન્યો

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે મોરબીના ભરતનગર ગામની સીમ વિસ્તારમાં એક યુવકે બે શખ્સોને ગાડી ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ યુવકને અપશબ્દો ભાંડી અને ટ્રેકટરના લોઢીયાની કોસ વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડાયો છે. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્‍હો IPC કલમ-૩૨૪,૩૨૫,૩૨૬,૫૦૪,૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં ભરતનગર ગામની સીમ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર ભરતનગર તરફ રોડ ઉપર જતી વખતે સીરામીકના કોન્ટ્રાકટર ધર્મેન્દ્રભાઇ ઉર્ફે મોતીભાઇ પુંજાભાઇ કરોતરાએ મયુરસિંહ પોપટભા ઝાલા તેમજ યશરાજસિંહ દશરથસિંહ ઝાલા નામના બે શખ્સો પુરપાટ ઝડપે ગાડી ચલાવતા હોય તેથી મયુરને બાઈક ધીમે ચલાવ કોઇકનું એકસીડન્ટ થશે તેમ કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા. અને ફરિયાદીને જેમ-તેમ અપશબ્દો બોલી બંને આરોપીઓએ ધર્મેન્દ્રભાઇને માથાના ભાગે ટ્રેકટરના લોઢીયા ની કોસ મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ થઈ ગયા હતા. જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર બનાવને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!