Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમા પ્રેમ લગ્ન કરનાર યુવતીને માતાપિતા સાચવવા તૈયાર ન હતા, અભયમ ટીમની...

મોરબીમા પ્રેમ લગ્ન કરનાર યુવતીને માતાપિતા સાચવવા તૈયાર ન હતા, અભયમ ટીમની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

181 અભયમ દ્વારા અનેક મહિલાઓની સંકટભરી સ્થિતિમાં મદદ કરવામાં આવી છે ત્યારે મોરબીમાં પૂર્વ પતિ સ્વીકારતો ન હોય અને માવતર સાચવવા તૈયાર ન હોય તેવી હાલત વચ્ચે 181 અભયમની ટીમે દોડી જઇ યુવતીની મદદ કરી હતી.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ 181 મહિલા હેલ્પલાઇન નંબર ઉપર મોરબીની એક 19 વર્ષીય યુવતી મદદનો સાદ પાડતા અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત મદદે દોડી ગયા હતા. જ્યા પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ પાંચ જ દિવસમાં જ છૂટાછેડા પણ થઈ ગયા હતા છતાં પરંત પતિની સાથે જ રહેવા માંગતી હતી અને પતિને આ વાત મંજુર ન હતી.જેથી યુવતી પોતાના માવતરે ગઇ હતી પણ પ્રેમ લગ્ન કર્યા હોવાથી માવતરે ઘરે આવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી હતી.

આ દરમિયાન પોતાના પૂર્વ પતિએ જણાવ્યુ કે તે બન્નેના છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી રિવાજ લગ્ન કરી આપે તો તે યુવતીને સ્વીકારશે. આવી પરિસ્થિતિમાં મા માતાપિતાની સમજાવટ બાદ પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થતા યુવતિને પરિવારજનોને સોંપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!