Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી માં મહિલાની હત્યા નિપજાવનાર પતિને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

મોરબી માં મહિલાની હત્યા નિપજાવનાર પતિને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

મોરબીના વીસીપરામાં રહેતી મહિલાને ગઇકાલ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાનો પતિ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો જેમાં હાજર ડોકટર એ મહિલાને મૃત જાહેર કરી હતી બાદમાં વધુ પોલીસ તપાસ દરમિયાન પતિ જ હત્યારો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના વિશિપરામાં ખાડા વિસ્તારમાં રહેતી હલીમાં બેન અનવર શેખ નામની મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં તેનો પતિ અનવર શેખ લઈને આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો એ મહિલાને મૃત જાહેર કરી હતી જ્યાં ડોકટરોને પ્રાથમિક તપાસ દરમિયાન શરીર પર શંકાસ્પદ ઇજાના નિશાન દેખાતા તબીબ દ્વારા મોરબી શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પોલીસ ની પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું જો કે બાદમાં મૃતક હલીમાબેનની માતા આઈસાબેન મહમદ હાસમભાઇ શેખ જાતે ફકીર ૫૦ રહે. અંજાર રેલ્વે સ્ટેશન પાસે વાળાએ પોતાના જમાઈ અને મૃતક દીકરીના હલીમાબેનના પતિ અનવરશા ખમીશા શેખ જાતે ફકીર રહે. વીસીપરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની દીકરીને બે સંતાન છે તેમજ દીકરી હલીમાને શરીરના ભાગે ધોકા ફટકારી નિર્મમ હત્યા નિપજાવી ફરિયાદ નોંધાવી જમાઈ અનવર શેખ તેમની દીકરી હલીમાં ઉપર વારંવાર ચરિત્ર બાબતે શંકા કરતા હલીમાં અન્ય સ્થળે ચાલી ગઈ હતી જો કે બાદમાં તેના જમાઈ અનવર તેને શોધી લાવ્યો હતો બાદમાં બન્ને વચ્ચે વારંવાર માથાકૂટ ચાલતી હતી ત્યારે ગતરાત્રીના આ માથાકૂટ ચરમસીમા પહોચતા જમાઈ અનવર શેખે તેની દીકરીને માથામાં ધોકા મારી હત્યા નિપજાવી હતી બી ડીવીઝન પોલીસે આ મામલે હત્યા અને જીલ્લા કલેક્ટર ના હથિયાર ભંગના જાહેરનામા હેઠળ ગુનો નોંધી આરોપી પતિ અનવર શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!