ડમડમ હાલતમાં ફરતા ૩ તથા હથિયાર રાખતા ૨ ઇસમોને દબોચી લેવાયા
મોરબી એ ડિવિઝન પોલીસની મહિલા પોલીસ શી ટીમ દ્વારા નવરાત્રીના બીજા નોરતે પણ સતત પેટ્રોલિંગમાં રહી અસામાજિક તત્વો ઉપરની કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. ત્યારે પોલીસની શી ટીમ દ્વારા સતત કોબિંગ હાથ ધરી કેફી પ્રવાહી પીધેલા તેમજ જાહેરમાં હથિયાર રાખી ફરતા હોય તેવા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરના તેમજ ધૂમ સ્ટાયલ મોડીફાઇડ સાયલન્સર વગર વધુ અવાજ કરતા ૨૪ જેટલા બાઇક ડિટેઇન કરવામાં આવ્યા છે.
મોરબી શહેરમાં નવરાત્રીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવરાત્રીના બીજા નોરતે પણ વિવિધ વિસ્તારમાં થતી ગરબીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ પેટ્રોલિંગ દરમિયાન કેફી પીનું પીધેલા ૩ આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન સીન સપાટા કરી નંબર પ્લેટ વગરના તથા મોડીફાઇડ સાયલન્સર વગર વધારે પડતું ધ્વનિ પ્રદુષણ કરતા ૨૪ જેટલા બાઇકને ડિટેઇન કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ચેકીંગ કામગીરી દરમિયાન જાહેરમાં હથિયાર સાથે લઈ નીકળેલ ૨ ઇસમોને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.