મોરબીમાં સિવિલ હોસ્પિટલ ખાતે બીમારી સબબ દાખલ થયેલ ૫૦ વર્ષીય પ્રૌઢ વનીભાઈ વેલજીભાઈ રહે.લાતી પ્લોટ મોરબીવાળાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ મૃતક વનીભાઇ વેલજીભાઇ ઉવ.૫૦ રહે.લાતીપ્લોટ મોરબીવાળા ગત તા.૧૫ ઓગસ્ટના રોજ બીમારી સબબ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમીયાન તા.૦૧ સપ્ટે.ના રોજ મૃત્યુ થયાનું ડોકટર દ્વારા જાહેર કરેલ હોય. મૃતક વનીભાઈ શરીરે પાતળો બાંધો, વાને ઘંઉવર્ણા, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ તેમજ જમણા હાથે કલાઇ ઉપર “વજીભાઇ વેલ” તથા કૃષ્ણ ભગવાનનુ ચિત્ર ત્રોફાવેલ છે. શરીરે જાંબલી કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. ત્યારે મૃતકના વાલી-વારસ મળી આવેલ ન હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસે એક પ્રેસ યાદી જાહેર કરી મૃતકના વાલી-વારસની શોધખોળની તજવીજ હાથ ધરી છે. ત્યારે મૃતક અંગે કોઈ પરિચિત હોય કે વાલી-વારસ અંગે જાણ થાય તો સીટી એ ડિવિઝન પોલીસ મથકના પો.હેડ કોન્સે. એ.એમ.ઝાપડીયાના મોબાઇલ ન.૯૭૧૪૦ ૬૪૪૧૯ અથવા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલી.નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.