Friday, September 20, 2024
HomeGujaratટંકારા:લજાઈ ચોકડી નજીક રીક્ષાની ઠોકરે રોડ ઓળંગી રહેલ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નીપજ્યું

ટંકારા:લજાઈ ચોકડી નજીક રીક્ષાની ઠોકરે રોડ ઓળંગી રહેલ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નીપજ્યું

મળતી માહિતી અનુસાર મોરબી સબજેલ સામે રહેતા રોહિતભાઈ ઝાલા ગત તા.૦૭/૦૮ ના રોજ રાત્રીના કોઈ કામ સબબ ટંકારાના લજાઈ ગામ ગયા હતા જ્યાંથી ૦૮/૦૮ ના રોજ વહેલી સવારે લજાઈ ચોકડી નજીક ભારત હોટલ સામેથી રોડ ઓળંગી રહ્યા હોય તે સમયે રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૦૩૩૦ના ચાલક દ્વારા પોતાની રીક્ષા પુરપાટ અને ગફલતભરી રીતે ચલાવીને આવી રોહિતભાઈને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં રોહિતભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત રોહિતભાઈને મીરબી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું એક દિવસની ટૂંકી સારવારમાં તા. ૦૯/૦૮ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક રોહિતભાઈના પુત્ર સતિષભાઈ રોહિતભાઈ ઝાલાએ આરોપી લીલા કલરની રીક્ષાના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!