Wednesday, November 13, 2024
HomeGujaratમોરબીમાં પત્નીએ પતિને માથામાં લોઢી ઝીંકી બટકુ ભરી લેતા પતિ ફરિયાદ લઈ...

મોરબીમાં પત્નીએ પતિને માથામાં લોઢી ઝીંકી બટકુ ભરી લેતા પતિ ફરિયાદ લઈ પોલીસ મથકે પહોંચ્યો

મોરબીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી હતી ! મોરબીઅ યુવકેએ તેની જ પત્ની વિરુદ્ધ મારકૂટ કરવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં શનાળા સકત માતા મંદીર પાસે વણકર વાસમાં રહેતા નારણભાઈ રામજીભાઈ સોલંકી નામના યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તેના પત્ની સીતાબેન નારણભાઈ સોલંકી વિરુદ્ધ મારકૂટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ગઈકાલે વહેલી સવારે યુવક અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા આરોપણ બાઈએ તેના હાથમાં રહેલ લોખંડની રોટલી બનાવવાની લોઢી વતી એક ઘા યુવકના માથામાં જમણી સાઈડે મારી ગાળો બોલી તથા જમણા હાથના અંગુઠામાં બટકુ ભરી લીધું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપણ પત્ની વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!