Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં ટીવી માથે પડતા બાળકીનું મોત સહિત અલગ અલગ અપમૃત્યુના ત્રણ બનાવ...

મોરબીમાં ટીવી માથે પડતા બાળકીનું મોત સહિત અલગ અલગ અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબીમાં આપઘાત અને અકસ્માતોમાં લોકોના મોત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબીના કાલીકા પ્લોટ શેરી નંબર ૬ જલાલી ખાતે રહેતા મૂળ રાજકોટના મોસીનભાઈ હારૂનભાઈ કુરેશીની ૬ વર્ષની પુત્રી માહીનુર ગત તા.૦૫/૦૧/૨૦૨૩ ના રોજ પોતાના ઘરે રમી રહી હતી. ત્યારે ઘરમા રમતા રમતા ટીવી માથા ઉપર પડતા બાળકીને માથામાં ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ સારવારમાં ખસેડાઇ હાટી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બીજા બનાવમાં મોરબી શહેરમાં લાયન્સનગર શે.નં.૦૨ રામાપીરના મંદીર પાસે શનાળા રોડ ખાતે રહેતા કમલેશભાઇ મોહનભાઇ પરમાર નામના આધેડે ગત તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ બપોરના સમયે તાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઇ જતા તેના પરિવારજનોએ તેને ઇકો ગાડી મરફતે આયુષ હોસ્પિટલમા સારવાર અર્થે લઇ ગયા હતા. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેથી ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

ત્રીજા બનાવમાં, વાંકાનેરના ભાયાતી જાંબુડીયા આયોટા સીરામીક લેબર કોલોનીમાં રહેતા વિનયકુમાર શિવપુજનસિંહ કુર્મી નામના યુવકે ગઈકાલે ભર બપોરે કોઇ કારણોસર ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર કમરે બાંધવાના ચામડાના પટ્ટા વતી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!