મોરબીમાં મહેન્દ્રનગર વિસતારમાં અનુસૂચીત જાતીના એક યુવાનને હડધૂત કરી ત્રણ શખ્સોએ માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે ત્રણેય સખ્સોની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના ઘરે ચાલતા કલર કામ દરમિયાન અન્ય મજુરોથી કલરનું ડબલું ઢોળાઈ જતા આરોપીઓએ બોલાચાલી કરી યુવાન સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ લગાવાયો છે.
મોરબીમાં મહેન્દ્રનગર વિસ્તારમાં સુઝુકી સો રૂમ પાછળ ગઈ કાલે સવારે દસેક વાગ્યે અમુક મજુરો કલર કામ કરતા હતા ત્યારે કલર કામ કરતા જેપુર ગામના જગદીશભાઇ મોહનભાઇ મકવાણા સાથે જીગાભાઇ પટેલ જીગાભાઇના પિતા, જીગાભાઇના ભાઇએ બોલાચાલી કરી, જાતી અપમાનિત વાણી ઉચ્ચારી હતી. દરમિયાન ત્રણેય સખ્સો ઉસ્કેરાઈ ગયા હતા અને આડેધડ ઢીકાપાટુનો મારમારીને જગદીશભાઈને ઇજા પહોચાડીને તથા ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ત્રણેય સખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૬,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(આર)(એસ),૩(ર)(૫-એ) મુજબ કાર્યવાહી કરી હતી. આરોપીઓના મકાને યુવાન દ્વારા કલર કામ કરવામાં આવતું હતું ત્યારે એક મજુરથી કલરનુ ડબલુ ઢોળાય ગયું હતું. જેને લઈને આરોપીઓએ બોલાચાલી કરી જ્ઞાતી પ્રત્યે હડધુત કરીને આરોપી જીગાભાઈએ લાકડી વડે પગમા તથા શરીરે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.