Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી તાલુકાના લાલપર ગામેં કારખાનામાં કામ કરતી છોકરીઓન પીછો કરતા શખ્સને સમજાવતા...

મોરબી તાલુકાના લાલપર ગામેં કારખાનામાં કામ કરતી છોકરીઓન પીછો કરતા શખ્સને સમજાવતા હુમલો

મોરબી તાલુકાના લાલપર ગામેં કારખાનામાં કામ કરતી મહિલાઓ બાથરૂમ જાય તે વેળાએ પીછો કરતા શખ્સને મહિલાના પતિએ સમજાવતા આ બાબતે ઉશ્કેરાઈ જઇ ત્રણ શખ્સોએ મહિલાના પતિ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

લાલપર ગામેં આવેલ રેમ્બો-૧ સનમાઇકના કારખાનામાં કામ કરતી છોકરી ઓ બાથરૂમ જાય તે વેળા એ સંજયભાઇ વણોલ પાછળ પાછળ જતો હતો. આથી ફરિયાદી ગૌરીબેનના પતિ વાલજીભાઇ ટુંડીયાએ આ શખ્સને પાછળ ન જવા ટપારતા આરોપી સંજયભાઇ વણોલ જયદિપભાઇ વણોલે ઉશ્કેરાઈ જઇ વાલજી ભાઈ સાથે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર માર્યો હતો આ દરમીયાન વાલજીભાઇને બચાવવા ગૌરીબેન વચ્ચે પડતા આરોપી દિનેશભાઇ પટેલે જાહેરમા જાતિ પ્રત્યે હડધુત કર્યા હતાં. આ અંગે ગૌરીબેન વાલજીભાઇ ટુંડીયા (રહે-બૌધ્ધનગર સોસાયટી પહેલી શેરીમા મુકેશભાઇ પરમારના મકાનમા ભાડે)એ મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!