Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડ લાયન્સનગરમાં યુવકે ઝેરી દવા ગટગટાવી મોત મીઠું કર્યું

મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાં યુવકે ઝેરી દવા ગટગટાવી મોત મીઠું કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર કેળાના ગોડાઉન પાછળ ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરીમાં રહેતા હર્ષદભાઇ વિનોદભાઇ મકવાણા ઉવ.૨૫ એ ગઈકાલ તા.૦૧/૦૮ના સાંજના ૬:૩૦ વાગ્યા પહેલા કોઇપણ વખતે પોતાના ઘરે પોતે પોતાની રીતે કોઇપણ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી લાશનું ઇન્કવેસ્ટ પંચનામું કરી પીએમ અર્થે સોંપી હતી. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા સહિતની આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!