વાંકાનેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં જુના ધમલપર ગામની સીમમા આવેલ ખેતરમાં તેના પાડોશના કારખાનામાંથી પાણી આવતું હોય તે પાણી ન આવવા દેવા બાબતે ખેડૂત અને વેપારી વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ બંનેએ સામસામે એક બીજાને લોખંડના સળિયાથી માર મારતા સમગ્ર મામલે સામસામી ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર (રહે. ધમલપર તા.વાંકાનેર જી.મોરબી)ના ખેતરમાં કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા (રહે વિશીપરા વાંકાનેર જી.મોરબી)નાં કારખાનામાંથી પાણી આવતું હોય તે પોતાની વાડીમા પાણી નહીં આવવા દેવા મોહયુદીનભાઇએ કહેતા આ બાબતે આરોપી કપીલભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લોખંડના સળીયા વડે ફરિયાદીને માથામા બે ત્રણ ઘા મારી હેમરેજ જેવી ઇજા કરી તેમજ પાઇપ વતી જમણા હાથના ખંભામા મુઢમાર મારી ઇજા કરેલ તેમજ પાછળના ભાગે લોખંડનો પાઇપ વડે બે-ત્રણ ઘા મારી મૂઢ ઇજા કરતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા વિરુદ્ધ મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવારએ ફરિયાદ દાખલ કરાવી છે.
જેમાં સામાપક્ષની ફરિયાદ અનુસાર, કૌશીકભાઇ ઉર્ફે કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયા (રહે વિશીપરા વાંકાનેર જી.મોરબી)નાં કારખાનાની મોટર ખરાબ થઇ ગયેલ જેથી પાણી તેનાં કારખાનાની બાજુમાં રહેલ મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર (રહે ધમલપર તા.વાંકાનેર જી.મોરબી)ના ખેતર નજીક જતુ હોય જેથી આ બાબતે આરોપી મોહયુદીનભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી લોખંડના પાઇપ વતી માથાના ભાગે મારતા ઇજા થતા તેમજ વાસામા તથા પાછળના ભાગે લોખંડનો પાઇપ મારતા મૂઢ ઇજા થતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં મોહયુદીનભાઇ અબ્દુલભાઇ કડીવાર વિરુદ્ધ કપીલભાઇ ગગજીભાઇ ધરોડીયાએ ફરિયાદ દાખલ કરાવી છે.