મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યા શહેરના માર્કેટીંગ યાર્ડ ખાતે
ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત શરૂઆત કરાવી હતી. આ તકે મુખ્યમંત્રીએ મોરબીના વિકાસ કામોનો ચિતાર વ્યક્ત કરી દેશના વેગવંતા વેકસીનેશન અભિયાનના મુકત મને વખાણ કર્યા હતા.
મોરબીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીનો વિકાસ સોળે કળાએ ખીલ્યો હોવાથી શહેર જિલ્લામાં હાલ રૂપિયા 1500 કોરોડના કામો પ્રગતિ હેઠળ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજનાનો લાભ સિંધો જ ગરીબોને મળે તેવા ઉમદા ભાવથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈ મોદીએ વચેટીયાઓને ઘરભેગા કરી જેમના હકનું છે તેમને જ મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે.
વધુમાં મોટા દેશો થાકી ગયા છે ત્યારે પણ ભારતમાં સૌથી ઝડપી અને વધુ રસીકરણ થઈ રહ્યું છે. વેગવંતા રસીકરણ અભિયાનને પગલે બે વર્ષમાં જ 175 કરોડ રસીના ડોઝ અપાયા છે.
એકલા માત્ર ગુજરાતમાં જ દસ કરોડથી વધુ રસીના ડોઝ અપાયા છે. જેના ફળસ્વરૂપે ત્રીજી લ્હેરમાં લોકોને વધુ નુકસાન થયું ન હતું.
ગુજરાતના વિકાસની ગાડી પુર ઝડપે દોડે તે માટે સરકાર દ્વારા નાની નાની વાતોને ધ્યાનમાં લઈ આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે જેમાં પ્રાકૃતિક ખેતીમાં પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રયોજનો કર્યા છે. દરેક ક્ષેત્રમાં ગુજરાત આત્મનિર્ભર બન્યું છે આગમી સમયમાં ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોના પણ આયોજન અંગે મુખ્યમંત્રી એ જાહેરાત કરી હતી. અને ક્લાયમેનચેન્જ કઈ રીતે બંધ થાય તે માટે પ્રધાનમંત્રીએ રસ્તો કાઢયો હોય જેમાં દેશમાં સોલાર ઉર્જામાં ગુજરાત અવલ્લ હોવાનો મુખ્યમંત્રી એ ગર્વ વ્યક્ત કર્યો હતો. અને મોરબી સીરામીક શહેર તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે જેનોં પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ તકે સાંસદ મોહન કુંડારિયા,સાંસદ પૂનમ માડમ,ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજા,જિલ્લા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સહિત મોટી સંખ્યઆ અગ્રણીઓ હાજર રહ્યા હતા.