Friday, April 26, 2024
HomeGujaratલીલાપર ગામે કારખાનાની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું: ૨૭ હજારના મુદામાલ સાથે પાંચ...

લીલાપર ગામે કારખાનાની ઓરડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું: ૨૭ હજારના મુદામાલ સાથે પાંચ જુગારીઓ ઝબ્બે

મોરબી તાલુકાના લીલાપર ગામે ટાઇલ્સના કારખાનાની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની પોલીસને બાતમી મળતા મોરબી તાલુકા પોલીસે રેઇડ પાડી હતી. આ દરમિયાન જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ કાયદેસનરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના લીલાપર ગામેં રામાપીરના મંદીર સામેની લીલાપર ટાઇલ્સ નામના નળીયાના કારખાનાની વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમારની ઓરડીમાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને કાને વાત પડી હતી.જેને પગલે પોલીસે દરોડો પાડતા આરોપી વિનોદભાઇ ઉર્ફે ભીખાભાઇ પુંજાભાઇ પરમાર, ભરતભાઇ છગનભાઇ ટીટીયા બ્રાહ્મણ, કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર, હસમુખભાઇ ભવાનભાઇ રાઠોડ, અજયભાઇ બાબુભાઇ સાગઠીયાને ઝડપી લીધા હતા. પોલીસે તમામના

કબ્જામાંથી રૂપિયા ૨૭,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!