મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોને દિન પ્રતિદિન જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે પોલીસ પણ આવા તત્વો ને કાયદાના પાઠ ભણાવી શાન ઠેકાણે લાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
જેમાં મળતી માહિતી અનુસાર, મોરબીનાં માળીયા મીં તાલુકાનાં પંચવટી (ખીરઇ) ગામનાં 60 વર્ષીય રહેવાસી ભુદરભાઇ કાનજીભાઇ સુરાણી નામના વૃધ્ધે રાજુભાઇ માલાભાઇ ભરવાડ નામના શખ્સને કળબ વેચાતી આપી હતી. જેના પૈસા રાજુભાઇ માલાભાઇ ભરવાડે ન ચુકવતા ભુદરભાઇ આરોપી પાસે પૈસા લેવા વીર વીદરકા ગામમા મેલડીમા માતાજીના મંદીર પાસે ગયા હતા. અને ત્યાં આરોપી પાસેથી પૈસાની માંગણી કરતા તેને ગમ્યું ન હતું. જેથી રાજુભાઇ માલાભાઇ ભરવાડ અને ઘોઘાભાઇ માલાભાઇ ભરવાડે ફરિયાદી ભુદરભાઇ કાનજીભાઇ સુરાણીને એ શબ્દો બોલ્યા હતા. જે બોલવાની ફરિયાદીએ ના પાડતા આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ત્યારે રાજુભાઇ માલાભાઇ ભરવાડે ગુસ્સામાં આવી તેણે પહેરેલ કડુ ફરિયાદીના માથામાં ઝીંકી દીધી હતું.જેને કારણે તેને સામાન્ય ઇજા થઈ હતી. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો માળીયા મી. પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.