ગઇકાલે મોડી સાંજે જેતપર ગામે યુવાન પર આઠ જેટલા શખ્શોએ ધોકા પાઇપ છરી જેવા હથિયારો સાથે હિચકારો હુમલો કર્યો હતો જે બનાવના વિરોધમાં સમસ્ત જેતપર ગામ દ્વારા આજે સજજડ બંધ પાડવામાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ ગઇકાલે મોડી સાંજે જેતપર ગામે રહેતા રાજેશભાઈ ભૂદરભાઈ પટેલ ને જેતપર ગામે જ રહેતા આરોપીઓ અસ્લમ હનીફભાઇ, અબ્દુલ કૈડા, ભૂરો અબ્દુલભાઈ, ઈમ્તિયાઝ અબ્દુલભાઈ, તેમજ અબ્દુલ ભત્રીજા અકીલ અને શાહિદ, તુફાન ઓસમાણ ભાઈ અને હુસેન ઓસમાણ ભાઈ બોલાચાલી થઈ હતી જેમાં આરોપીઓએ ગાડી માથે કેમ નાખેસ કહી રાજેશભાઈ ને ભુંદાબોલી ગાળો આપી તેમની ગાડીમાં ધોકો માર્યો હતો ત્યાર બાદ બધા છુંટા પડી ગયા હતા પરંતુ થોડો સમય બાદ રાજેશભાઈ જેતપર ગામના ઝાંપા પાસે આવેલ ચામુંડા પાનની દુકાન પાસે ગાડીમાં બેઠા હતા ત્યારે અગાઉ જેની સાથે ઝઘડો થયેલ તે આઠ આરોપીઓ ચાર જેટલા મોટરસાઇલમાં આવીને ધોકા,છરી જેવા હથિયારો સાથે રાજેશભાઈ જેમાં બેઠા હતા તે ગાડી પર હુમલો કર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી તેમજ રાજેશભાઈ ને પણ છરીના ઘા ઝીંકી ધોકા વડે માર માર્યો હતો બાદમાં ગ્રામજનો એકઠા થઇ જતાં આરોપીઓ સ્થળ પરથી નાસી છુટ્યા હતા અને ગ્રામજનોએ હુમલામાં ઘવાયેલ રાજેશભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતા બાદમાં રાજેશભાઇ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ હિચકારો હુમલો થવાનો બનાવ બનતા સમગ્ર જેતપર ગામ માં રોષ વ્યાપી ગયો હતો અને આરોપીઓ આ પ્રકારના નાની મોટી બાબતમાં અવાર નવાર ઝઘડો કરવાની ટેવ વાળા છે અને હવે આરોપીઓની આ ટેવ ખતરનાક બની હોય તેમ રાજેશભાઈ પર હુમલો કરીને મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ સાથે જેતપર ગામ દ્વારા સજજડ બંધ પાડવામાં આવ્યો છે અને આજે એસપી તેમજ જિલ્લા કલેક્ટર ને પણ આવેદન પત્ર પાઠવવામાં આવશે.