Sunday, May 19, 2024
HomeGujaratબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયેલ મોરબીની યુવતીનું મોત

બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયેલ મોરબીની યુવતીનું મોત

મોરબીમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં મોરબીના ચિત્રકુટ ઇન્ડસ્ટ્રી લીલાપર રોડ પાસેથી રહેતી એક યુવતી અચાનક બેભાન થઈ જતા તેઓને પરિવારજનો દ્વારા સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેઓની હાલત વધુ ગંભીર જણાતા 18 વર્ષીય સુમિત્રાબેન બિરેનભાઇ બારેલા નામની યુવતીને રાજકોટ રીફર કરવામાં આવી હતી. પરંતુ તે રાજકોટ પહોંચે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડો.હેમા તલવરકરે તપાસ કરી યુવતીનું મોત થયાનું જણાવ્યું હતું. અને આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. તેમજ યુવતીના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!