મોરબી શહેરમાં ધુળેટીના પર્વે જ લોહીયાળ જંગ ખેલાયો હતો. ત્રણ માસ પૂર્વે સો રૂપિયા ઉછીના ન આપતા બનાવનો ખાર રાખી ઈસમે ધુળેટીનાં દિવસે ત્રણ ઈસમો સાથે મળી માતા-પુત્રને ઢોર માર મારતા બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે મહિલાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, રવાપર ગામ ખાતે રહેતા હંશાબેન મેઘજીભાઇ ચાવડા નામની મહિલાના દિકરા રાહુલભાઇ પાસે દિનેશભાઇ ગોવિંદભાઇ સાગઠીયા નામના શખ્સે ત્રણ મહિના પૂર્વે સો રૂપિયા માંગેલ અને રાહુલભાઇએ પૈસા આપવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા આ બાબતનો ખાર રાખી આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ સાગઠીયાએ મહેશ ગોવિંદભાઇ સાગઠીયા તથા કિશોર ગોવિંદભાઇ સાગઠીયા સાથે મળી ફરિયાદી મહિલા તથા તેના દીકરા સાથે ઝગડો કરી ગાળો આપી મહિલા સાથે ઝપાઝપી કરી તેને માથાના ભાગે તથા શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી અને દિનેશભાઇ ગોવિંદભાઇ ના જમાઇ પારસ ઉર્ફે સુલતાને ફરિયાદીની દિકરીનુ GJ-03-EK-1913 નંબરનું એકટીવા મોટર સાયકલમા તોડ ફોડ કરી નુકશાન કરી ફરિયાદીના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.