સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાનું ઈસમ અપહરણ કરી લઈ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરી મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મોરબી ડીવીજનના ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન તેમજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એ. જાડેજાની સુચના મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીટી-૨ મોબાઈલ નાઈટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન નવા બસ સ્ટેન્ડ પાસે એક સગીર વયની દિકરી તથા એક પુરૂષ શંકાસ્પદ હાલતમા ઉભા હોય જેથી તેઓની સીટી-૨ મોબાઈલના ઈન્ચાર્જએ પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન લાવીને વધુ પુછપરછ કરતા પોતે સુરત શહેરથી ભાગીને અહી મોરબી આવેલ હોવાનુ જણાવતા સગીર વયની દિકરીના પિતાએ સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનએ અપહરણ નો ગુન્હો રજી કરાવેલ હોય જે ગુન્હાના કામેની ભોગ બનનાર સગીર વયની દિકરી તથા સાકેત ઈમ્તીયાજખાન શેખ (રહે મોરા ગામ મોરા ટેકરા હજીરા રોડ સુરત મુળ રહે ઘોઈ તા.ગતાઈ જી.ભીંડ (મધ્ય પ્રદેશ)) હોય જેથી તેઓને સુરત શહેર ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ને સોપી આપવામાં આવ્યા છે.