Thursday, January 16, 2025
HomeGujaratટંકારા પંથકમાં કામધંધો બરોબર ન ચાલતા યુવાને ઝરી દવા પી, ગળેફાંસો ખાઇ...

ટંકારા પંથકમાં કામધંધો બરોબર ન ચાલતા યુવાને ઝરી દવા પી, ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું

કોરોનાને પગલે અમલી કરાયેલ લોકડાઉનને લીધે અનેક ધંધા રોજગારની ગાડી પાટા નીચે ઉતરી ગઈ છે જેને લઈને સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવતા અપમૃત્યુના કેસોમા નોંધપાત્ર ઉછાળો આવ્યો છે ત્યારે મોરબીના ટંકારા પંથકમા કામધંધો બરોબર ન ચાલતા યુવાને ઝરી દવા પી ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધુ હતું જ્યારે અન્ય એક કેસમાં છાતીમાં દુખાવા બાદ યુવાનનું મોત થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની ટંકારા પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર કામધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ ને પગલે હતાશ અને નાશીપાસ રહેતા લાલજીભાઇ કાનાભાઇ આલ (ઉ.વ.૩૪ રહે.નેકનામ રબારી વાસ તા.ટંકારા જી.મોરબી) એ ટાંકારા તાલુકાના નેકનામ ખાતે નેકાપિરની દરગાહ પાછળ આવેલ નાથાભાઇના વાડા પાસે નદીના કાઠે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ વડના ઝાડની ડાળીમાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ જીવતરનો અંત આણી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેશનરી કાર્યવાહી હાથ ધરી છે.

અપમૃત્યુના વધુ એક કેસની વિગત અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ રામકો સોસાયટીમાં રહેતા મહેશભાઇ રતીભાઇ દેવાયત નામના ૪૦ વર્ષીય યુવાન પોતાના ઘરે હતા ત્યારે અચાનકછાતીમા દુઃખાવો ઉપડ્યો હતો જે પીડા જીવલેણ સાબિત થતાવ તેનું મોત નીપજ્યું હતુ. આ અંગે જાણ થતા તાત્કાલિક મોરબી સવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તાપસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!