જર જમીન અને મિલકત કજીયાના છોરૂ કહેવત ફરીવાર સાચી પડી હોય તેમ વાકાનેર પંથકના જામસર ગામે જમીન ભાગ પાડવાના મામલે ભાઈ એ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વાકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેરના જામસર ગામે રહેતા લાલજીભાઈ જીવાભાઈ ઇંદરીયા પોતાની વાડીએ સુતા હતા ત્યારે તેના ભાઈ વાઘજીભાઈ જીવાભાઈ ઇંદરીયા એ જમીન વહેંચણી મામલે મનદુઃખ રાખી છરી વડે માથાંમા, ગળામાં તથા આગળીમા ગભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.