મોરબીનાં બહાદુરગઢના પાટીયા પાસે ૮ માસ પહેલા થયેલ ચીલઝડપના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાઝી આરંભી છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના આપતા સૂચના અન્વયે એલ.સી.બી. પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીલઝડપના ગુન્હાનો નાસતો ફરતો આરોપી દીલીપ માનસિંગ ઓડીયા (રહે.મુળ ખાકરીયા જીરી, દતી ગામ તા.સરદારપુર જી.ધાર એમ.પી.)ને ગઈકાલે મોરબી ઉંચી માંડલ ગામની સીમ તળાવીયા શનાળા રોડ સ્વંસેરા સીરામીક ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી દેવામાં આવ્યો છે.