મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીન આપવાની માંગ સાથે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી કોરોના મહામારીને પગલે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે જો કે મોરબી જીલ્લામાં ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના વેક્સીન ડોઝ આપવાનું શરુ થયું નથી. કોરોનાની બીજી લહેરની ઘાતકતા જોતા વયસ્કો પણ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે જેથી ૧૮ થી ૪૪ વયના નાગરિકોને રસીના ડોઝ આપવાની શરુઆત કરવામાં આવે તેવી માંગ કરી છે જેથી જો ત્રીજી લહેર આવે તો કોરોના સામેનો જંગ જીતવામાં ખુબ જ સરળતા રહે.