Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી સીરામીક ફેકટરીની ભઠ્ઠીમાં વિકરાળ આગ લાગતા આઠ ઈજાગ્રસ્ત

મોરબી સીરામીક ફેકટરીની ભઠ્ઠીમાં વિકરાળ આગ લાગતા આઠ ઈજાગ્રસ્ત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીની ભઠ્ઠીમાં ગતરાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળતા છ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.

- Advertisement -
- Advertisement -

જેમાં આ બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આબેલ ઇટાકોન ગ્રેનિટો નામની ફેકટરીમાં આવેલ ભઠ્ઠી માં ગઈકાલે રાત્રે કોઈ કારણોસર અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી જેમાં ભઠ્ઠીની આજુબાજુમાં રહેલ આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોમાં ભાવેશભાઈ મનહરભાઈ વાઘડિયા,તરુણભાઈ ઈશ્વરભાઈ મારવાનીયા, રવિભાઈ આદ્રોજા,જીતેન્દ્રભાઈ વામજા,કેવલભાઈ વરમોરા,અમરશીભાઈ યાદવ અને અરવિંદભાઈ દયારામભાઈ નામના આઠ લોકોને સામાન્ય દાજી જતા ઇજા પહોંચી હતી જેમાં ત્રણ લોકોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય ઇજાગ્રસ્તોને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક સૂત્રો મુજબ આ બનાવમાં કોઈ મોટી જાનહાની થવા પામી નથી અને ઇજાગ્રસ્તોને પણ સામાન્ય દાજી ગયા હોય અને ઈજાઓ પહોંચી હોય જેથી તમામ આઠ લોકો પણ હાલ સારવાર હેઠળ છે અને બધા ઇજાગ્રસ્તોની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!