Friday, September 20, 2024
HomeGujaratમોરબી ઔદ્યોગિકની સાથે શિક્ષણનું પણ હબ બનશે:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા M....

મોરબી ઔદ્યોગિકની સાથે શિક્ષણનું પણ હબ બનશે:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા M. sc અને M.B.A ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જિલ્લામાં સૌ પ્રથમ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ઔદ્યોગિકની સાથે હવે શિક્ષણનું પણ હબ બની ગયું છે. ખાસ કરીને ગ્રેજ્યુએશન સુધીનો જ પહેલા અભ્યાસ થતો હતો. પણ હવે એવુ રહ્યું નથી મોરબીમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ શરૂ થઈ ગયા છે એટલે વિદ્યાર્થીઓને રાજકોટ કે અમદાવાદ જવું નહિ પડે છે.

મોરબીમાં સૌ પ્રથમ M.sc અને M.B.A. ના પોસ્ટ ગ્રેજ્યુએટ ના વર્ગો શરૂ કરવાનું યોગદાન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું રહ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ગ્રુપે મોરબીના વિદ્યાર્થીઓની હિતની ખેવના કરીને ખાસ કરીને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બહાર ન જવું પડે તે માટે તેની અહીં જ સવલતો ઉભી કરી છે. જેમાં મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે હવે મોરબીના આંગણે નવયુગ કોલેજમાં M.sc અને MBAનું શિક્ષણ મળી રહેશે.

જેમાં વધુ વાત કરતા નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના ટ્રસ્ટી પી.ડી.કાંજીયા દ્વારા જણાવાયું હતું કે અગાઉ વિધાર્થીઓને મોરબીમાં આ પ્રકારના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સનુ શિક્ષણ મેળવવા માટે બહાર ગામ જવું પડતું હતું જેના કારણે આર્થિક અને સમયની અગવડતા તથા સુરક્ષાના કારણોસર અમુક વિદ્યાર્થિઓ અને વિદ્યાર્થિનીઓ પોસ્ટ ગ્રેજ્યુએટનુ શિક્ષણ મેળવવાનું ટાળતા હતા. હવે મોરબીમાં આ શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓને મોરબીની બહાર શિક્ષણ મેળવવા નહિ જવું પડે તથા હોસ્ટેલ અને અપડાઉનના મસમોટા ખર્ચામાંથી રાહત મળશે અને સમયની બચત થશે જેથી મોરબીના ઘર આંગણે સગવડ સાથે અને ઉત્તમ શિક્ષણ નવયુગ કોલજમાં જ મળી રહે એ માટે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન દ્વારા આ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!