મોરબી તાલુકાના વિરપરડા ગ્રામપંચાયત ના સરપંચ અજયસિંહ એન.જાડેજા દ્વારા મોરબી એસટી ડિવિઝન ના ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે કે વિરપરડા ગામની પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના ૨૨ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરવા માટે મોડપર ગામે જવું પડતું હોય અને મોડપર શાળાનો સમય સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધીનો હોવાથી તે સમયને ધ્યાનમાં લઈને સવારે ૯:૩૦ વાગ્યે મોરબીથી વિરપરડા નો ફેરો આપવામાં આવે અને બપોર પછી કુંતાસીની બસ ૩:૪૫ વાગ્યે ઉપડે છે જેમાં થોડો ફેરફર કરી તેનો સમય ૪:૧૫ વાગ્યાનો કરી આપવામાં આવે તો મોડપર ભણવા જતા વિદ્યાર્થીઓને બસમાં શાળાએ આવવા જવા માટે યોગ્ય સમય મળી રહેશે. વધુમાં હાલમાં વિરપરડા અને મોડપર ગામ વચ્ચે નેશનલ હાઇવે નું કામ ચાલુ હોવાથી ટ્રાફિક અને અકસ્માતના બનાવો અવાર નવાર બને છે જેથી જો એસ ટી બસ નો ફેરો મળે અને શાળાના સમયને અનુરૂપ સમય પત્રક માં ફેરફાર થાય તો વિદ્યાર્થીઓ ને ખાનગી વાહનમાં જવું ન પડે અને આવા અકસ્માતોમાંથી પણ બચી શકે એવું અંતમાં જણાવ્યું હતું.