Thursday, December 26, 2024
HomeGujaratમાળીયામિયાણાના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા ચાર શખ્સો યુવાન...

માળીયામિયાણાના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા ચાર શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડ્યા

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ખેતરમાં ગાડી ચલાવવાની ના પાડતા ચાર શખ્સોએ લુખ્ખાગીરી કરી યુવાન ઉપર લોખંડના પાઇપ વડે તૂટી પડી ગંભીર ઇજા પહોંચાડયાની માળીયા મિયાણા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોટા દહીસરા ગામે વિવેકાનંદનગર રેલ્વે ફાટક પાસે રહેતા ક્રિપાલસિંહ વિસુભા જાડેજા (ઉ.વ.૩૬)ના ખેતરમાંથી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા તેઓની ગાડી ચલાવતા હતા. જે ને પગલે ક્રિપાલસિંહ જાડેજાએ ગાડી ચલાવવાની ના પાડી હતી આ બાબત આરોપીને ન ગમતા તેણે પિત્તો ગુમાવ્યો હતો. ત્યારબાદ ગાડી ચલાવવાની ના પાડવાનો ખાર રાખી આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા અને મજબુતસિંહ બળવંતસિંહ જાડેજા રહે.બધા મોટા દહીસરાવાળાઓ બેફામ વાણી વિલાસ કરી લોંખડના પાઇપ વડે ક્રિપાલસિંહ વિસુભા જાડેજા તૂટી પડ્યા હતા. આરોપીઓએ વાસામાં, હાથમાં આડેધડ પાઈપના ઘા ઝીંકી ઇજા કરી અને મારી નાખવાની ધમકી આપ્યાની ક્રિપાલસિંહે માલિયમિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!