Thursday, January 16, 2025
HomeGujaratપતિને સારી નોકરી અપાવવાની લાલચે એક શખ્સે ટંકારાના છતર ગામની પરિણીતાને સબંધ...

પતિને સારી નોકરી અપાવવાની લાલચે એક શખ્સે ટંકારાના છતર ગામની પરિણીતાને સબંધ બાંધવા દબાણ કર્યું

ટંકારા તાલુકાના છતર ગામે રહેતી પરિણીતાને તેના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી મહારાષ્ટ્રના શખ્સે ધરાર સબંધ રાખવા દબાણ કર્યું હોવાની અને અશ્લિલ ફોટો વિડિઓ વાયરલ કરવાની તથા મારી નાખવાની ધમકી આપતા મહિલાએ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

છતર ગામની પરિણીતાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી શિવાજી યષવંત પાટીલ (રહે.ચાલીશ ગાવ મહારાષ્ટ્ર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આરોપી શિવાજીએ તેના પતિને સારી નોકરી અપાવાની લાલચ આપી મરજી વિરૂધ્ધ ફોન ઉપર તથા રૂબરૂ વાતચીત કરી હેરાન-પરેશાન કરતો હતો વધુમાં મહિલા સાથે સબંધ રાખવા મોબાઇલ ફોનથી પીછો કરી મહિલા અને તેના પતિના મોબાઇલ ઉપર પરિણીતાના અશ્લીલ ફોટા તથા વિડીયો મોકલી વાઇરલ કરવાની ધમકી આપી હતી વધુમાં મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને પોલીસે કલમ- ૩૫૪(ડી) ૫૦૪ ૫૦૬(૨) તથા આઇ.ટી.એકટની કલમ ૬૭(બી) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!