Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના શનાળા ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું

મોરબીના શનાળા ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું

મોરબી જિલ્લામાં આજે પણ રોડ અકસ્માતનો ગોઝારો સીલસીલો યથાવત રહ્યો છે. જેમાં શનાળા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ બનાવમા અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત થયું હોવાનું જાહેર થયું છે.

- Advertisement -
- Advertisement -

ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શનાળા ગામે રાજપર રોડ પર આવેલ પટેલ સમાજવાડી નજીક પુર પાટ વેગે આવતા અજાણ્યા વાહનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા વજીબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વજીબેનને શરીરે નાની મોટી ગંભીર ઇજા થતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું. અકસ્માત બાદ આરોપી વાહન લઈ ભાગી છુટતા મૃતકના દીકરા જગમાલભાઈ રાજાભાઈ ખાંભલા (ઉ.વ.૩૧ રહે. મોરબી સખત શનાળા રાજપર રોડ ધર્મનગર સોસાયટી) એ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!