Wednesday, December 4, 2024
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામે પ્રેમીએ પ્રેમીકાનાં પતિને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્તા મોત

મોરબીના ઉંચી માંડલ ગામે પ્રેમીએ પ્રેમીકાનાં પતિને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંક્તા મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી વીટ્રીફાઇડ કારખાનામાં મજુર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની વિજયભાઇ (ઉ.વ-૩૨) તા.૪ ના રોજ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશ બાબુભાઇ ભાભોર (ઉ.વ.૨૪, ધંધો-મજુરી, રહે.હાલ લજાઇ ભગત તાવડીના કારખાનાની મજુરી ઓરડીમાં, વાંકાનેર રોડ બાજુ, લજાઇ ચોકડી પાસે તા.ટંકારા જી.મોરબી, મુળ રહે.ભાભોર ફળીયુ વાકોટા તા.ધાનપુર જી.દાહોદ) એ આરોપી પીન્ટુ નામનો માણસ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના ભાઇના પત્ની સાથે આડા સબંધ હોવાના કારણે ફરીયાદીના ભાઇના રૂમમાં પ્રવેશ કરી ફરીયાદીના ભાઇને કોઇપણ તીક્ષ્ણ હથીયાર વડે ગંભીર પ્રકારની માથામાં તથા મોઢામાં ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હતી. આ બનાવની ફરિયાદના પગલે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૦૨, ૪૫૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!