Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત,...

વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત, બે ઈજાગ્રસ્ત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુનાભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ-૩૨, ધંધો-ખેતી/વેપાર, રહે-પાનેલી, મોરબી) એ આરોપી હીરો સ્લેન્ડર મો.સા નં. જીજે-૧૩-એએફ-૬૬૧૪નાં ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વીડી જાંબુડીયા ગામ પાસે રોડ ઉપર લુણસર નજીક આરોપીએ પોતાના હવાલા વાળુ હીરો સ્લેન્ડર મો.સા નં. જીજે-૧૩-એએફ-૬૬૧૪ વાળુ પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકારાઇથી ચલાવી ફરીયાદીના ભાઇ રાજુભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ-૧૯) ના હોન્ડા સાઇન મો.સા નં. જીજે-૩૬-ડી-૪૪૭૯ સાથે ભટકાડતા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ સાહેદ ગેલા રાજુ (ઉ.વ-૧૪) ને માથામાં તથા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા તથા પોતાને પણ ઇજા થઈ હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!