મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા અને નાની વાવડી ગામની સીમમાં આવેલ હકાભાઈ ની વાડીમાં મજૂરી કામ કરતા મુનિબેન દિલાવરભાઈ વસાવર (ઉ.વ.૨૦) વાળાએ ગઈકાલે વાડીએ હતા ત્યારે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં ભોગ બનનાર નો લગ્નગળો બે વર્ષનો છે અને સંતાનમાં એક દીકરો છે અને સાસુ સસરા સાથે રહેતા હોય જેથી આ બનાવ એએસપી ની તપાસનો હોવાથી એએસપીને ઇમેઇલ દ્વારા જાણ કરી પ્રાથમીક તપાસ પીએસઆઇ ડી.વી.ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે.