Thursday, March 28, 2024
HomeGujaratવીસ કિલો ગાંજા સાથે એક ને દબોચી લેતી રાજકોટ શહેર એસઓજી

વીસ કિલો ગાંજા સાથે એક ને દબોચી લેતી રાજકોટ શહેર એસઓજી

ગુજરાત પોલીસ દ્વારા નશાકારક પદાર્થો વેચનારા અને ખરીદનાર ઈસમો પર કાળ બનીને ત્રાટકી રહી છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા ૨૦ કિલો ૫૪૮ ગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વધુ વિગત મુજબ રાજકોટ શહેર સીપી રાજુ ભાર્ગવ તેમજ સ્પેશિયલ સીપી ખુરશીદ એહમદ એસઓજીના અને એસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર વાય.બી. જાડેજા તરફથી રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થની હેરાફેરી કે ખરીદ- વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ની ટીમ કાર્યરત હોય તે દરમિયાન બાતમી મળી હતી કે કુવાડવા રોડ સોખડા તરફ જવાના રસ્તે એક ઇસમ ગાંજાનો જથ્થો લઈને જઇ રહ્યો છે જેથી રાજકોટ શહેર એસઓજી પીઆઇ જે. ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઇ ડી.બી ખેર સહિતના સ્ટાફ બાતમી મુજબના સ્થળ પર પહોંચી આરોપી સોહિલ અબ્દુલભાઇ આરબ (ઉ.વ.૩૦ રહે.૨૫ વારીયા કવાર્ટર નં ૬૧૯,પરા પીપળીયા જામનગર રોડ રાજકોટ) વાળાને ૨૦ કિલો ૫૪૮ ગ્રામ ગાંજો જેની કી. રૂ.૨,૦૫,૪૮૦, એક મોબાઈલ કી. રૂ.૫૦૦,રોકડ રકમ રૂ.૫૦૫૦ અને એક પર્સ અને ત્રણ બસની ટીકીટ મળી કુલ રૂ.૨,૧૧,૦૩૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલા નશાકારક પદાર્થને પરિક્ષણ માટે એફએસએલ માં મોકલવામાં આવ્યો હતો જ્યાં એફએસએલ અધિકારી વાય.એચ.દવે દ્વારા પરીક્ષણ કરી પ્રાથમિક અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને બાદમાં કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં રાજકોટ શહેર એસઓજી પીઆઇ જે ડી ઝાલા, પીએસઆઈ ડી.બી ખેર સહિત રાજકોટ શહેર એસઓજી ની ટીમ જોડાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!