મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર તેમજ સિપાઈવાસમાં દરોડો પાડી જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે આરોપીની અટક કરવામાં આવી છે જયારે વર્લી આકડાના જુગારમાં કપાત કરતા અન્ય બે આરોપીના નામ ખુલવા પામ્યા હતા.
મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ મોબાઈલમાં ટાઈપ કરી સામે છેડે વોટ્સઅપમાં મોકલી કપાત કરાવતા આરોપી નાનજીભાઇ રત્નાભાઇ તાવીયાડ ઉવ.૪૧ રહે.મોરબી ગોકુળનગરને પૈસાની હારજીતનો જુગાર રમતા રંગરહઠ ઝડપી લેવાયો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ તથા રોકડા ૩૬૦/- મળી કુલ ૪,૩૬૦/-ના મુદામાલ સાથે ઝડપી લેવાં આવ્યો હતો જયારે વર્લી ફિચર્સના આકડાના જુગારનું કપાત કરી રહેલ આરોપી હનીફ રહે.મોરબીનું નામ ખુલતા બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સિપાઈવાસ નજીક આરોપી રોનકભાઇ વિમલભાઇ મકવાળા ઉવ.૧૯ રહે.મોરબી પારેખ શેરીવાળો જાહેરમાં કાગળની ચીટ્ટીમા જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રમતા પોલીસની ઝપટે ચડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી જુગાર સાહિત્ય તથા રોકડ રકમ રૂ.૪,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપીને દબોચ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં વર્લીફિચર્સના આકડાનું કપાત ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ ઉર્ફે બાબુભાઇ જુનાણી રહે.મોરબી લગધીરવાસનું નામ જણાવતા તેને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.