Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના રાજપર(કું) ગામથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોની અટક

મોરબીના રાજપર(કું) ગામથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોની અટક

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના રાજપર(કું) ગામે અમુક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પડ્યો હતો

- Advertisement -
- Advertisement -

તાલુકા પોલીસના દરોડામાં રાજપર(કું) ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા રસીકભાઇ થોભણભાઇ પનારા ઉવ.૫૨ રહે-રાજપર કુતાસી, જંયતીભાઇ શિવાભાઇ માંડવિયા ઉવ.૫૯ રહે-બોડકી તા. માળીયા(મી), વિજયભાઇ ઉફૈ ભુપતભાઇ દેવજીભાઇ નાટડા ઉવ-૪૫ રહે-કુતાશી તા.માળીયા(મી), જયેશભાઇ કાળુભાઇ પાંચીયા ઉવ.૩૪ રહે.બોડકી તા માળીયા(મી), કાદરભાઇ એહમદભાઇ બુખારી ઉવ.૫૨ રહે- આમરણ ભરવાડવાસને જુગારના પટ્ટમાંથી કુલ રોકડા રૂ.૩૩,૬૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દર્મિયાન પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!