હળવદ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં એક બનાવમાં દિવ્યાંગ યુવકનું નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ થયું, જ્યારે અન્ય બનાવમાં કિશોરીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસે બન્ને અલગ અલગ મૃત્યુના બનાવમાં અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, હળવદના ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ઝવેરભાઈ કણઝરીયા ઉવ.૨૬ વાળા બન્ને હાથ તથા પગથી અંપગ હોય જેનુ મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે હળવદ-માનસર-મોરબી ચોકડી નજીક નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં દેવળીયા ગામની સીમમાં રહેતી ૧૫ વર્ષીય નિશાબેન પંડીતભાઈ નાયક મુળરહે. પટેલ ફળીયું હરીપુરા તા-જેતપુર જી-છોટાઉદેપુરએ કોઈ કારણસર ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને પરિવારજનો દ્વારા આસરવા હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવારમાં લાવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં હળવદ પોલીસે અ.મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






