મોરબીમાં લુખ્ખા તત્વોના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરમાં પિતાએ તેના બે પુત્રો સાથે મળી તેમને ગાળો બોલવાની ના પાડનાર વૃદ્ધને ઢોર માર માર્યો હતો જે સમગ્ર મામલે હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર પેડકસોસાયટી ગીતા વિદ્યાલયની પાછળ રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ જેરામભાઇ જીવાભાઇ વોરાએ તેના ઘર પાસે જ રહેતા રમેશભાઇ હરીભાઇ વોરા અને તેના પુત્રો કિશોરભાઇ રમેશભાઇ વોરા તથા ભરતભાઇ રમેશભાઇ વોરાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈશમોએ વૃદ્ધને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારી લાકડી વતી જમણા હાથના કાંડામાં મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે,