Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લાના વાંકાનેર અને ટંકારામાં ચાલુ વરસાદે જુગટુ રમતા ૧૪ ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેર અને ટંકારામાં ચાલુ વરસાદે જુગટુ રમતા ૧૪ ઝડપાયા

વાંકાનેર અને ટંકારા માં જુગાર રમતા 14 ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદને લીધે અમુક લોકો જુગારના રવાડે ચડ્યા છે. મોરબી જિલ્લામાં ચાલુ વરસાદે જુગટુ રમવા બેઠા ને ઝડપાઇ ગયા હતા.જેમાં વાંકાનેર અને ટંકારા માં જુગાર રમતા 14 ઝડપાયા હતા.

વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેરના અમરસર ગામના પંચાયત પાસે જાહેરમા જુગાર રમતા તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર, રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ, હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચને જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા ગંજી પતાના પાના તથા રોકડા રૂ.૨૧,૮૦૦ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મીતાણા ગામે હનુમાનજીના મંદીર પાસે જાહેરમાં ટોર્ચ લાઇટના અજવાળે પૈસા પાના વળે પૈસા ની હારજીતનો જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી, ભરતભાઇ ખીમજીભાઇ વાંક,શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા, હિરાભાઇ મેઘજીભાઇ પારઘી, રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના, મોહનભાઇ નથુભાઇ પારઘીને રોકડા ૩ ૧૩ ,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!