Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં કારખાનેદારે મશીન બંધ થવા બાબતે કર્મચારીને હડધૂત કરી માર મારતા મામલો...

વાંકાનેરમાં કારખાનેદારે મશીન બંધ થવા બાબતે કર્મચારીને હડધૂત કરી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વાંકાનેરમાં કારખાનામાં કામ કરતા ડીજીટલ ઓપરેટરે કારખાનાના મલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કારખાનેદારે ડીજીટલ ઓપરેટરને મશીન બંધ થવા બાબતે ગાળો ભાંડી ત્રણ ચાર જાપટ મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધુત કરતા સમગ્ર મામલે કર્મચારીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં માટેલ  ખાતે રહેતો અને સુજોરા સીરામીક કારખાનામાં ડીજીટલ ઓપરેટર તરીકે મશીન પર કામ કરતો સંજયભાઇ નારણભાઇ ચાવડા નામનો યુવક મશીન પર કામ કરતો હોઇ અને બેન્ડ ટાઇલ્સ ફોલ્ટના કારણે મશીન વારંવાર બંધ થઇ જતુ હોઇ જેથી સુજોરા સીરામીક કારખાનાના માલિક કિર્તીભાઇએ ફરીયાદીને બોલાવી મશીન બંધ થઇ જવા બાબતે જેમફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રણ ચાર જાપટ મારી યુવકનું નામ જાત પુછી ફરીયાદી અનુ.જાતિ હોઇ જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે સંજયભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!