Wednesday, November 27, 2024
HomeGujaratવાંકાનેરમાં બે અલગ-અલગ સ્થળે વર્લી ફીચરનો જુગાર રમાડતા શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં બે અલગ-અલગ સ્થળે વર્લી ફીચરનો જુગાર રમાડતા શખ્સો ઝડપાયા

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં દારૂ જુગારની બદીઓ દુર કરવા પોલીસ તંત્રને સૂચન કર્યું છે. જેને લઈ નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની ટીમ કાર્યરત હતી. જે દરમિયાન તેઓ દ્વારા બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર તથા પો.કોન્સ પ્રતિપાલસિંહને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળી હતી કે,વાંકાનેર આસીયાના સોસાયટીમા એક ઈસમ વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી અને રમાડે છે. જે ચોક્કસ હકીકતનાં આધારે પોલીસે રેઈડ કરતા વર્લી ફીચરના આંકડા લખતો ઈસમ જુનેદ યાકુબભાઈ ભટ્ટી મળી આવતા ઈસમ પાસેથી વર્લી ફીચર આંકડાના જુગારના રોકડા રૂપીયા ૧૦,૪૨૦/-, એક મોબાઈલ ફોન તથા વર્લી ફીચરની ચીઠ્ઠી તથા બોલપેન વગેરે મળી કુલ કી.રૂ.૧૩,૪૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ઈસમ વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ વાંકાનેરમાં આવેલ મોલવી રોડ પર લક્ષ્મીપરા ચોક પાસે જાહેરમાં એક શખ્સ વરલી ફિચરનો જુગાર રમાડી રહ્યો હોવાની વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી, જે હકીકતના આધારે તેઓએ રેડ કરી ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સ પાસેથી રોકડા રૂપિયા રૂ. ૬૩૦/- સહીત કુલ રૂ.૩૬૩૦/-ની મતા પોલીસે કબજે લીધી છે. તેમજ આરોપી પાસેથી પોલીસને વરલી ફીચરના જુગારની કાચી ચિઢ્ઢીઓ પણ મળી આવી છે. તેમજ પોલીસે સિકંદરભાઈ ઈકબાલભાઈ તરકબાન વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!