Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં યુવકને ગળામા લુંગીથી વિટાળી પકડી રાખી પાંચ ઈસમોએ ઢોર માર માર્યો

વાંકાનેરમાં યુવકને ગળામા લુંગીથી વિટાળી પકડી રાખી પાંચ ઈસમોએ ઢોર માર માર્યો

વાંકાનેરમાં આવરાતત્વોની ગુંડાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની કારનો પીછો કરી તેને અટકાવી યુવકને પાંચ ઈસમો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ યુવકના ગળામા લુંગી રાખી પકડી રાખી તેને પાંચ ઈસમોએ ઢીબેલી નાખ્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ ઝુંપડામા ખાતે રહેતા હરેશભાઈ બટુકભાઈ પરમાર પોતાની GJ—23-V-5202 નંબરની બોલેરો ચલાવી ઘરે જતા હતા. ત્યારે સર્વિસ રોડ પર સમ્રાટ હોટલ સામે પહોંચેલ ત્યારે સર્વિસ રોડ પર તેઓની બોલેરોની ખાલી સાઈડ આઈસર પાર્ક કરેલ હોય જેથી તેની ખાલી સાઈડ તરફથી બોલેરો ચલાવી નીકળવા જતા સામેથી એક લોડરચાલક તેનુ લોડર ચલાવી આવતા ફરિયાદી યુવકે લોડર ઊભુ રાખવા કહેતા લોડર ચાલક યુવક સાથે બોલાચાલી કરતા હતા. ત્યારે ત્યાં જાહીદભાઈ (રહે-સિંધાવદર તા.વાંકાનેર)એ ફરિયાદી સાથે બોલાચાલી કરતા ફરિયાદી યુવક ત્યાથી પોતાની બોલેરો ચલાવી ભાગી જતા GJ-36-F-1899 નંબરની ઇકો ફોરવીલ લઈ જાહીદભાઈ, સમ્રાટ હોટલવાળા અલીભાઈ (રહે-સિંધાવદર તા.વાંકાનેર), સમ્રાટ હોટલવાળો ભુરો (રહે-સિંધાવદર તા.વાંકાનેર) તથા સમ્રાટ હોટલવાળા (જાહીદભાઈ રહે-સિંધાવદર તા.વાંકાનેર)એ યુવકનો પીછો કરી ચંદ્રપુર અલંકાર હોટલ પાસે ફરિયાદીની બોલેરોની આગળ ઇકો ઉભી રાખી દઈ ફરિયાદીને આ આરોપીઓએ ગાળો કાઢી માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ગળામા લુંગી રાખી પકડી રાખી લાફા તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા બાદમા ગુલાભાઈ (રહે-સિંધાવદર તા.વાંકાનેર) નામના શખ્સે સ્થળ પર આવી ઢીકાપાટુનો મુંઢ માર મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!