Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં યુવકને ગાળો ભાંડતા બે ઈસમોને ટપારતા યુવકના ભાઈને માર માર્યો

વાંકાનેરમાં યુવકને ગાળો ભાંડતા બે ઈસમોને ટપારતા યુવકના ભાઈને માર માર્યો

વાંકાનેરમાં વધુ એક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો શેરીમાંથી નીકળતા યુવકને જોઈ ગાળો ભાંડતા જે અંગે યુવકના પિતા સમજાવવા જતા ઈસમોએ ઉશ્કેરાઈ જઈ યુવકના ભાઈને ઢોર માર માર્યો હતો. જે અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં પેડક સોસાયટી ગીતા વિદ્યાલય પાછળ રહેતા રમેશભાઇ હરીભાઇ વોરાનો દીકરો કિશોર જયારે તેની શેરીમાંથી નીકળતો ત્યારે તેને જોઇ જેરામભાઇ જીવાભાઇ વોરા તથા જગદીશભાઇ જેરામભાઇ વોરા (રહે. બન્ને વાકાનેર પેડક સોસાયટી ગીતા વિધાલય પાછળ) નામના આરોપીઓ તેને ગાળો બોલતા જે બાબતે ફરીયાદી રમેશભાઇએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીના બીજા દીકરા ભરતને ધકો મારી પાડી દઇ લમણાના ભાગે એક ધા લાકડી મારી મુંઢ ઇજા કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!