મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોને હદપાર કરવાના હુકમ કર્યા છે જેમાં વાંકાનેર વિસ્તારમાંથી બે ઇસમોને હદપાર કરાયેલ હતા પરંતુ તે તેના ઘરેથી જ મળી આવતા હુકમનો આનાદર કરતાં મળી આવતા બન્નેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨ માં રહેતા ઇનાયત અયુબ પીપરવાડીયા પીંજારા (ઉ.૨૨) ને એક વર્ષ માટે મોરબી,રાજકોટ શહેર અને ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરમાંથી હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે એમ છતાં ઘરે હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે અટકાયત કરી હતી
જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના ગાયત્રીમંદિરની સામે દાતાર ટેકરી મફતીયાપરા વિસ્તારમાં રહેતા અને મૂળ વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઘનશ્યામ ઊર્ફે ઘનો જીવરાજ રામજી પઢારીયા લુહાર (ઉંમર ૩૭)ને પણ એક વર્ષ માટે મોરબી, રાજકોટ શહેર જિલ્લો, સુરેન્દ્રનગર, કચ્છ અને જામનગરમાંથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો પરંતુ તે પણ તેના ઘરે હાજર મળી આવતા પોલીસે તેને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બન્ને ઈસમો વિરુદ્ધ પોલીસે હુકમનો અનાદર કરતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.