Thursday, June 30, 2022
HomeGujaratમોરબી જીલ્લામાં વોડાફોન ગ્રાહકોને નેટવર્ક ના ધાંધિયા

મોરબી જીલ્લામાં વોડાફોન ગ્રાહકોને નેટવર્ક ના ધાંધિયા

મોરબી માં નેટવર્કની મુસીબત ઘણા સમયથી થઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ મોરબી જીલ્લાના વોડાફોન આઈડિયા ના લાખો ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

- Advertisement -

મોરબી જીલ્લામાં સૌથી સારું નેટવર્ક ધરાવતા વોડાફોન આઈડિયા છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોને સંતોષ નથી આપી શકતું એ પછી ઈન્ટરનેટ સુવિધા હોય કે કોલ ની સુવિધા હોય મોટા મોટા રિચાર્જ કરાવવા છતાં ખાનગી કંપનીને જાણે પોતાના રૂપિયા મળી જાય એટલે ગ્રાહકો ની સુવિધાઓની કાંઈ ઉંડી જ ન હકી તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેમાં આજે વહેલી સવારથી જ મોરબી જીલ્લામાં વોડાફોન આઈડિયા નેટવર્ક ધરાવતા ગ્રાહકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં નેટ હોય કે કોલ બધામાં ગ્રાહકોની પરેશાની વધી રહી છે કસ્ટમર કેરમાં પણ ફોન લાગતા ન હોવાની ફરિયાદો ગ્રાહકોએ કરી છે જો કે આ મુશ્કેલીઓ વોડાફોન ગ્રાહકોને છેલ્લા 10 થી વધું મહિનાથી છે છતાં કંપની કોઈ નક્કર કામગીરી નથી કરી રહી તો બીજી બાજુ ફોન ના કારણે ફોન પરના અનેક વહીવટી પ્રક્રિયાઓ ગ્રાહકોની અટવાઇ હતી અમુક ગ્રાહકોએ ત્વરિત પોર્ટ અને નવું સિમ કાર્ડ પણ લીધું છે પરંતુ મોરબી જિલ્લામાં વોડાફોન જાણે ટાય ટાય ફિશ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે જો આમ નામ રહ્યું તો એક દિવસ વોડાફોન મોરબી જીલ્લામાં ભૂતકાળ પણ બની જાય તો નવાઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!