Saturday, January 18, 2025
HomeGujaratવાંકાનેરમાં ભત્રીજીનાં પ્રેમીને ઘર પાસે આંટો મારતા ટોકવું કાકાને મોંઘુ પડ્યું :...

વાંકાનેરમાં ભત્રીજીનાં પ્રેમીને ઘર પાસે આંટો મારતા ટોકવું કાકાને મોંઘુ પડ્યું : ચાર ઈસમોએ યુવાન અને મહિલાને માર માર્યો

મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે, લુખ્ખાઓ જાહેર માર્ગ પર પણ લોકો પર હુમલો કરતા અચકાતા નથી, ત્યારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો યુવાન યુવતીના ઘર પાસ આંટાફેરા કરતો હોય યુવતીના કાકાએ તેને ઠપકો આપતા યુવાને તેના ત્રણ સાથીઓ સાથે મળી યુવક અને મહિલાને ઢોર માર માર્યો હાતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં કેરાળા ખાતે રહેતા વનરાજભાઇ કરશનભાઇ વેકરીયા નામના યુવકના ભાઇ મંગાભાઇ નરશીભાઇ વેકરીયાની દિકરીને રાજાવડલા ગામના મનીષ ગમારા સાથે પ્રેમ સબંધ હોય અને તેમના ઘર પાસે આંટા ફેરા મારતો હોય તેને ઠપકો આપતા પરબત નારણભાઇ ગમારા, વિજય કમશીભાઇ ગમારા, રવીભાઇ સામતભાઇ ગમારા તથા ભરતભાઇ ગોવિંદભાઇ ગમારા (રહે.બધા રાજા વડલા તા.વાંકાનેર) નામના આરોપીઓએ બનાવનો ખાર રાખી ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી વિજય કમશીભાઇ ગમારા નામના શખ્સે કનુબેનને ડાબા હાથમા લાકડીથી માર મારી ફ્રેકચર જેવી ઈજા કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બનાવને પગલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે ફરિયાદને પગલે પોલીસે ગણતરીની મિનિટોમાં જ વિજય કમશીભાઇ ગમારા, રવીભાઇ સામતભાઇ ગમારા તથા ભરતભાઇ ગોવિંદભાઇ ગમારા નામના શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે પરબત નારણભાઇ ગમારા નામનો શખ્સ ફરાર થઈ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!