વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતી પરિણીતાનું અઠવાડિયાની બીમારી બાદ મોત નીપજ્યું હોવાનું વાંકાનેર પોલીસ મથકમાં જાહેર થવા પામ્યું છે.
વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ લીવોન સિરામિકમાં રહેતી રાજોબેન દીપકભાઇ હેમબ્રમ નામની ૧૯ વર્ષીય પ્રારપ્રાંતિય પરિણીતા છેલ્લા આઠેક દીવસથી બીમાર ભોગવતી હતી. જે બીમારીને પગલે તેનું કોઇ કારણસર મોત નીપજ્યું હોવાનું વાંકાનેર હોસ્પિટલના ડો.નિરવ વ્યાસએ જાહેર કર્યું હતું.આ અંગે વાંકાનેર પોલિસ મથકમાં વિગત જાહેર કરાતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.