વાંકાનેર ના મહીકા ગામે ફૂલીયો ધરો નામની સીમ માં આરોપી ગિરિરાજસિંહ વાળા (રહે.ગારીયા તા.વાંકાનેર) જમીન ખોદી ને માટી કાઢતો હોય જેથી ફરિયાદી અજયભાઈ રતાભાઈ ધોળકિયા દ્વારા પોતાની જમીન ના શેઢા પાસે માટી ન કાઢો એવું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ભૂંડા બોલી ગાળો આપી કુંડલી વાળી લાકડી વડે પગના નળાના ભાગે ચાર થી પાંચ જેટલા ફટકા માર્યા હતા અને ઈજાઓ પહોંચાડી હતી.જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.