Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરનાં પાંચદ્વારકા ગામે સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ...

વાંકાનેરનાં પાંચદ્વારકા ગામે સામાન્ય બાબતમાં ત્રણ શખ્સોએ યુવાનને માર મારી બાઇકમાં તોડફોડ કર્યાની ફરીયાદ

મારામારીનાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવર તરીકે ધંધો કરતા મનીષભાઇ પોપટભાઇ દંતેસરીયા (ઉ.વ.૨૦) એ કેશુભાઇ રામજીભાઇ દંતેસરીયા, રામજીભાઇ કાનજીભાઇ દંતેસરીયા, જીગ્ગો ઉર્ફે જેન્તી દંતેસરીયા (રહે. ત્રણેય પાંચદ્રારકા,વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૩ના રોજ પાંચદ્વારકા ગામે ફરીયાદી પોતાના ઘર પાસે શેરીમાં પોતાનુ મોટર સાઇકલ લઇ ઉભેલ હોય તે વખતે આરોપીએ પોતાની ઓટો રિક્ષા લઇ નીકળતા રીક્ષા ફરિયાદીના મોટર સાઇકલ સાથે ઘસાતા ફરીયાદીએ આરોપીને ઠપકો દેતા આરોપીએ ગાળો બોલી ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી હતી. તેમજ ફરીયાદીના મોટા ભાઇ આવી વચ્ચે પડતા આરોપીઓએ પાઇપ વડે સાહેદ અરવીંદભાઇને હાથમાં મુઢ ઇજા કરી તથા પથ્થરો ફેંકી ફરીયાદીના મોટર સાઇકલમાં નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!