Saturday, October 12, 2024
HomeGujaratવાંકાનેરના તીથવા ગામે "બાઈક લઈલે" કહી બે લુખ્ખાઓએ ખેડુતને લામધાર્યો

વાંકાનેરના તીથવા ગામે “બાઈક લઈલે” કહી બે લુખ્ખાઓએ ખેડુતને લામધાર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પોતાના ખેતર પાસે ખેડૂતે બાઈક રાખેલ હોય તે અરસામાં ટ્રેકટર લઈને નીકળેલા બે શખસોએ બાઈક લય લેવાનું કહી લાકડાના ધોકા અને મુઢમાર મારી ઈજા પહચાડતા બન્ને સામે વાંકાનેર પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં હમીયર સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત રીયાજુદીનભાઈ રહીમભાઈ ભોરાણીયાએ પોતાના ખેતર પાસે બાઈક રાખેલ હતુ તે દરમ્યાન ત્યાંથી કડબ બરેલ ટ્રેકટર લઈને નીકળેલા નંદાભાઈ નવધણભાઈ અને ભરતભાઈ નવધણભાઈ ( રહે બંને તીથવા)એ બાઈક લય લેવાનુ કહેતા ખેડુતે પાંચ મિનિટમાં ખરો લય લવ તેવુ કહેતા બન્ને શખસો ઉશ્કેરાય ગયા હતા અને ભરતે લાકડાના ધોકા વડે ખેડૂતને ડાબા પગમા મારમારી તથા નંદાભાઈએ મુઢમાર મારી ઈજા પહોંચાડી હતી.
પોલીસે ખેડુતની ફરીયાદ પરથી બન્ને શખસો સામે કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!